ટ્રાફિક પોલીસ ગમે તેટલો દંડ ફટકારે આ એક નિયમ જાણતા હશો તો 100 રૂપિયામાં પતી જશે!,જાણો


જ્યારથી નવો મોટર વ્હીકલ સુધારો અધિનિયમ અમલમાં આવ્યો છે ત્યારથી જ લોકોને ખુબ જ ભારે દંડ ભરવો પડી રહ્યો છે. ભારે-ભરખમ ચાલાનથી લોકો આકરા પાણીએ છે અને પોતાના પાકા પેપર બનાવવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે.

આવામાં જો તમને જાણકારી મળે કે, ભારે-ભરખમ ચાલાન માત્ર 100 રૂપિયામાં રદ્દ થઇ શકે છે તો તમે શું કરશો. આ ખાસ નિયમ વિશે વાહન ચાલકોને જાણકારી ન હોવાથી વધારે મુશ્કેલીનો સમાનો કરવો પડી રહ્યો છે.

જી હાં, આ સત્ય છે કે, હવે તમારા પર ભલે ગમે તેટલા રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોય તમે 100 રૂપિયા આપશો તો તમામ ચાલાન રદ્દ થઇ જશે. જોકે, આ માટે પણ એક શરત છે. જેને પૂર્ણ કર્યા બાદ જ ચાલાન રદ્દ થશે. દરેક ગુનો જેવો કે, ઇંશ્યોરન્સ વિના, આરસી બુક વગર, લાઇસન્સ વગર, પોલ્યુશન અને પરમીટ વીનાનાં પેપર દેખાડી 100-100 રૂપિયા આપી માફ કરાવી શકો છો.


આ તમામ વસ્તુમાં જરૂરી વાત છે કે, આ માટે તમારે 15 દિવસનો સમય મળશે. આ નિયમોની જાણકારી ન હોવાથી વાહન ચાલક ઘણી વખત સંપૂર્ણ પૈસા જમા કરવે છે. ચાલાન થવા પર તમે સંબંધિત પ્લાનિંગ બ્રાન્ચમાં જઇ પોતાના દસ્તાવેજ ચેક કરાવી ચાલાન માફ કરાવી શકો છો. પરંતુ આ દસ્તાવેજ ચાલાન થયા પહેલાના હોવા જોઇએ.


જે વાહન જપ્ત કરવામાં આવ્યું હોય, તેના માટે પણ આજ પ્રક્રિયા છે. પ્લાનિંગ બ્રાન્ચમાં જઇ જે પણ બિંદુને લઇ ચાલાન આપવામાં આવ્યું હોય તેની તપાસ કરાવાની હોય છે. જો તમને તે દસ્તાવેજ પેહલાથી જ બનેલા છે તો તમારૂ ચાલાન રદ્દ થઇ જશે અને તમારા પૈસા પરત આવી જશે.

Post a comment

0 Comments