લેન્ડર સાથે સંપર્ક ન થવાનું ચંદ્રયાન-1ના ડાયરેક્ટરે આપ્યું આ કારણ જાણો


ચંદ્રયાન-1ના ડાયરેક્ટર એમ. અન્નાદુરાઈએ કહ્યું, ચંદ્રની સપાટી પર રહેલી અવરોધો લેન્ડર વિક્રમને સિગ્નલ પ્રાપ્ત કરવાથી રોકી રહી છે. અમે લેન્ડર ચંદ્રની સપાટી પર છે તેની ખબર લગાવી લીધી છે, હવે અમારે તેની જોડે સંપર્ક સ્થાપિત કરવો પડશે.

 જે જગ્યાએ લેન્ડર ઉતર્યું છે, ત્યાં સોફ્ટ લેન્ડિગ માટે અનૂકુળ નથી. ત્યાં અમુક અવરોધો હોઈ શકે છે. જે અમને લેન્ડર વિક્રમ જોડે સંપર્ક નથી થવા દેતાં.


તેમણે કહ્યું, પહેલા તો ચંદ્રયાનના ઓર્બિટરે સંપર્ક સાધવા માટે લેન્ડરને સિગ્નલ મોકલ્યા, પણ જોવાનું એ રહેશે કે શું લેન્ડર સિગ્નલ પકડી શકે છે કે નહી. ઓર્બિટર અને લેન્ડર વચ્ચે હંમેશા બે રીતે કમ્યુનિકેશન થાય છે. પણ અમે એક તરફનો જ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને જો કમ્યુનિકેશન થાય તો એ 5-10 મિનિટ વધારે નહી થાય. આ એક મુશ્કેલ પરિસ્થિતિ છે પણ અમારા વૈજ્ઞાનિકો તેને સંભાળવા માટે ઘણાં સક્ષમ છે.


અભિયાનથી જોડાયેલ એક અધિકારીનું કહેવું છે કે, જેમ જેમ સમય પસાર થશે તેવી રીતે સંપર્ક બનાવવો મુશ્કેલ થતો જશે. અનૂકુલનની સાથે તે પણ ઉર્જા પેદા કરી શકે છે અને સૌર પેનલના માધ્યમથી બેટરીની રિચાર્જ કરી શકે છે. પણ જેમ જેમ સમય પસાર થતો રહેશે તેની સંભાવના ઓછી થઈ જશે.


તો અન્ય એક અધિકારીનું કહેવું છે કે, લેન્ડર વિક્રમની હાર્ડ લેન્ડિગે ફરીવાર સંપર્ક સાધવો મુશ્કેલ બનાવી દીધો છે. કારણ કે લેન્ડર સહજતાથી અને તેના 4 પગના સહારે ઉતર્યો ન હોય. ચંદ્રની સપાટી પર અથડાવાને કારણે લેન્ડરને નુકસાન પહોંચ્યું હશે.

Post a comment

0 Comments