એકસમાન છે 1 ગ્લાસ દૂધ કે 1 સ્લાઈસ ચીઝ, જાણો


આપણે ફળ અને શાકભાજીના લાભ વિશે તો ઘણું જાણીએ છીએ પણ બહુ ઓછા જાણતા હશે કે ચીઝ પણ આપણાં શરીર માટે એટલી જ મહત્વની છે. મોટાભાગના લોકો એને માત્ર ફાસ્ટફૂડનો એક ભાગ માને છે. ખરેખર તો એમાં પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ. મેગ્નેશિયમ, જિંક જેવા ઘણાં પૌષ્ટિક તત્વો હાજર હોય છે.

તેમાં વિટામિન બી અને વિટામીન ડી પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. એક ગ્લાસ દૂધને ચીઝની એક સ્લાઈસ બરાબર માનવામાં આવે છે. જો કે આનું યોગ્ય માત્રામાં સેવન જ શરીરને ફાયદો કરાવે છે.


દાંત માટે 

ચીઝ ખાવાથી દાંત સારા રહે છે. તે દાંતની ચારે તરફ એક સુરા કવચ બનાવે છે. તેના ખનીજ તત્વમાં રહેલું લેક્ટિક એસિડ દાંતના એનેમલનું રક્ષણ થાય છે. તેમાં કેલ્શિયમસ, ફોસ્ફરસ જેવા તત્વો હોય છે જે દાંતને સડતા રોકે છે અને મોટી ઉંમર સુધી સ્વસ્થ રાખે છે.


વજન કંટ્રોલ

ચીઝમાં પ્રોટીન પ્રચૂર પ્રમાણમાં હોય છે. તેથી મસલ્સ બનાવવામાં મદદરૂપ થવાની સાથે જ વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. વજન ઘટાડવા માટે તમે ઓછી કેલરીવાળો ખોરાક લઇને દિવસમાં બ-ત્રણ સર્વિંગ લો ફેટ ચીઝ ઇઝીલી ખાઈ શકો છો. આનાથી વજન કંટ્રોલમાં રહે છે.


આંતરડા માટે

ચીઝમાં રહેલા માઈક્રો બેક્ટેરિયા તમારા આંતરડાને સ્વસ્થ રાખે છે. તે મેટાબોલિઝમની પ્રક્રિયાને વધારવા અને પાચનની પ્રક્રિયાને લગતી તકલીફો મટાડે છે. તેમાં રહેલા વિટામિન બી- ૧૨ પાચનતંત્રને સારું રાખે છે. ચીઝ સેચ્યુરેટેડ ફેટથી ભરપૂર હોય છે જે તમને એનર્જી આપે છે. તેમાં રહેલા ઓમેગા ૩, ૬ અને એમિનો એસિડ મસ્તિષ્કમાં લાભદાયી છે.

Post a comment

0 Comments