હવે વરઘોડામાં DJ સાઉન્ડ વગાડ્યું તો થશે પાંચ વર્ષની સજા અને આટલા રૂપિયાનો દંડ.... જાણો


DJ સાઉન્ડના કારણે ધ્વનીનું પ્રદુષણ થાય છે. આ ઉપરાંત DJ સાઉન્ડ જે વિસ્તારમાં વગાડવામાં આવે તે વિસ્તારમાં રહેતા વૃદ્ધ વ્યક્તિઓને વધારે સમસ્યાનો સામનો કરવો પડે છે એટલા માટે હવે ઇલાહાબાદ હાઈકોર્ટે DJ સાઉન્ડ વગડવા પ્રતિબંધ મૂક્યો છે. જેથી ધ્વની પ્રદુષણ અટકાવી શકાય.

ઇલાહાબાદ હાઈકોર્ટમાં એક અરજદારે અરજી કરી હતી કે, જીલ્લા વહીવટી તંત્ર દ્વારા હાશિમપુર રોડ પર LCD મૂકવામાં આવ્યા છે. મારી માતાની ઉમર 85 વર્ષની છે અને LCDની નજીક હોસ્પિટલ આવેલી છે. આ LCD વહેલી સવારના 4 વાગ્યે રણકતું હોવાથી મારી માતા અને દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. જેથી અરજદાર દ્વારા ધ્વની પ્રદુષણ કાયદાનું કડક પણે પાલન કરવાની માંગણી કરવામાં આવી હતી.


અરજદારની આ અરજીને લઇને ન્યાયમૂર્તિ PKS બધેલ અને ન્યાયમૂર્તિ પંકજ ભાટિયાની ખંડપીઠે આદેશ સંભાળવતા કહ્યું હતું કે, બાળકો, વૃધ્ધો અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ માટે ધ્વની પ્રદુષણ હાનીકારક છે. ધ્વની પ્રદુષણના કાયદાનું ઉલ્લંઘનએ નાગરીકોના અધિકારોનું ઉલ્લંઘન છે.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, ધાર્મિક તહેવારો પહેલા DM અને SSPને સાથે મળીને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવું જોઈએ. આ કાયદાનું ભંગ કરનારને પાંચ વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ થઇ શકે છે. આ ઉપરાંત DJ વગાડવા બાબતે કોઈ પણ પ્રકારની ફરિયાદ મળશે તો તેની જવાબદારી સ્થાનિક PIની રહેશે.

Post a comment

0 Comments