અમિતાભ બચ્ચનનો ખુલાસો, જાણો મૃત્યુ બાદ કેવી રીતે થશે તેમની પ્રોપર્ટીનાં ભાગ


અમિતાભ બચ્ચન હાલમાં કૌન બનેગા કરોડપતિની 11મી સિઝનનું હોસ્ટિંગ કરી રહ્યાં છે. આ શોની 11મી સીઝન ગત સોમવાર 19 ઓગષ્ટથી શરૂ થઇ. આ દરમિયાન દરેક એપિસોડમાં તે પોતાનાં સાથે જોડાયેલી કોઇને કોઇ વાતનો ખુલાસો કરી જ રહ્યાં છે.


પહેલાં તેમણે શોમાં તેમની બીમારી અંગે અને પોતાની આદતો અંગે વાત કરી હાલમાં જ પ્રસારિત થયેલાં એપિસોડમાં અમિતાભ બચ્ચને તેમની પ્રોપ્રર્ટી અંગે વાત કરી કે તેઓના મૃત્યુ બાદ કેવી રીતે પ્રોપ્રટીનાં ભાગ થશે.


અમિતાભ બચ્ચનની પાસે 460 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જયા બચ્ચનનાં ચૂંટણી ઉમેદવારી ફોર્મમાં આ વાતનો ઉલ્લેખ થયો હતો.


અમિતાભ બચ્ચને શોમાં જણાવ્યું કે, જ્યારે હું નહી રહું તો જે કઇ પણ થોડી બહુ સંપત્તી મારી પાસે છે તે મારાં સંતાનનું છે. મારે એક દીકરો અને એક દીકરી છે. બંનેમાં આ સંપત્તી બરાબર ભાગમાં વહેંચવામાં આવશે.


આપને જણાવી દઇએ કે ગત વર્ષે પણ આ જ રીતે 'કૌન બનેગા કરોડપતિ 11'માં કર્મવીર સ્પેશિયલ એપિસોડ હતો. જેમાં સમાજ સેવિકા સિંધુતાઇ સપકાલ હોટસીટ પર આવી હતી. તે અનાથ આશ્રમ ચલાવે છે અને તેમની પાસે 1200 બાળકો છે. અમિતાભ બચ્ચને સિંધુતાઇને પુછ્યું કે, આશ્રમમાં દીકરાઓ વધારે છે દીકરીઓ.. જવાબમાં તાઇએ ક્હયું કે, પહેલાં હું આશ્રમમાં દીકરી લાવું છું. તેની સુરક્ષા વધુ જરૂરી છે.

Post a comment

0 Comments