અર્જુન કપૂર સાથે વેકેશન પર મલાઇકા આ રીતે કરી રહી છે ઍન્જોય, જુઓ ફોટા


બોલીવુડની રોમેન્ટીક જોડી મલાઇકા અરોરા અને અર્જુન કપૂર ઑસ્ટ્રિયામાં સાથે કઈ રીતે એન્જૉય કરી રહી છે તે આ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

બોલીવુડની રોમેન્ટીક જોડી મલાઈકા અરોરા અને અર્જુન કપુર ફરી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. હાલ મલાઇકા અરોરા અને અર્જુન કપૂર હાલ ઑસ્ટ્રિયામાં વેકેશન માણી રહ્યા છે. બન્નેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં તે સાથે તો નથી દેખાતા પણ તસવીરની લોકેશન એકસરખી જ હતી. બન્નેના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. બોલીવુડ કૉરિયોગ્રાફર ફરાહે આ બાબતે તેમની મશ્કરી પણ કરી છે. દરમિયાન મલાઇકા અરોરાએ પોતાના કેટલાક નવા વીડિયોઝ શેર કર્યા છે.

આ વીડિયોઝ પરથી જ ખ્યાલ આવી જાય છે કે મલાઇકા ઑસ્ટ્રિયામાં દરિયામાં કેટલું એન્જૉય કરી રહી છે. મલાઇકાએ પોતાના ઇન્સ્ટા સ્ટોરીમાં જે નવા વીડિયોઝ શેર કર્યા છે તેમાં તે સ્વીમિંગ કરતી દેખાય છે તેણે પિન્ક કલરમી બિકિની પહેરી છે અને એકદમ રિલેક્સ મૂડમાં સ્વીમિંગ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં જે દ્રશ્યો દેખાય છે તે ખૂબ જ સુંદર છે જેને જોઈને પણ તમે એક આહ્લાદ્ક અનુભવ માણી શકો છો.

જણાવીએ કે મલાઇકા અને અર્જુને પોતાના રિલેશનશિપનો સ્વીકાર કર્યો છે તેના પછીથી જ બન્ને એકસાથે દેખાવા લાગ્યા છે. બન્ને કેટલીય વાર વેકેશન પર બહાર જઈ ચૂક્યા છે. એટલું જ નહીં હવે બન્ને પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરે છે. એકબીજાની તસવીરો પર કોમેન્ટ કરે છે અને એકબીજાને સપોર્ટ પણ કરે છે. જો કે બન્ને જ્યારે પણ સાથે દેખાય છે ત્યારે તેમને ટ્રોલ પણ કરવામાં આવે છે પણ આ વાતથી તેમને કોઈ જ ફરક પડતો નથી.

Post a comment

0 Comments