ભાગ્યે જ જોવા મળતી બિમારીનો ભોગ બન્યા જેટલી, અરુણ જેટલીને હતી આ બીમારી....જાણો


ભાજપના ટોચના નેતા અરૂણ જેટલીનાં દુ:ખદ અવસાનથી ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ પડી છે. માત્ર ભારતીય જનતા પાર્ટી જ નહિં પરંતુ દેશનાં ન્યાય તંત્રએ એક સારા ધારાશાસ્ત્રી ગુમાવ્યા છે. તેમજ જાહેર જીવનનાં એક મર્યાદિત અને રણનીતિકાર નેતા ગુમાવ્યા છે.

મોદી-શાહનાં વિશ્વાસું અને ભાજપનાં સંકટમોચક અરૂણ જેટલી છેલ્લા ઘણાં લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બિમારી સામે ઝઝુમી રહ્યા હતાં. અરૂણ જેટલી સોફ્ટ ટિશ્યુ સારકોમા નામનાં ભાગ્યે જ જોવા મળતા એટલે કે રેર કેન્સર થી પીડિત હતાં. આમ તો તેઓ ડાયાબિટિસના દર્દી હતા. તેમને હાઈ બ્લડ પ્રેશરની પણ સમસ્યા હતી. વજન ઓછુ કરવા માટે તેમણે સર્જરી કરાવી હતી.


2018માં તેમની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ પણ કરાયુ હતુ. ત્યારબાદ અરૂણ જેટલીને સોફ્ટ ટિશ્યુ સારકોમા નામના કેન્સરનુ નિદાન થયુ હતુ. આ પ્રકારના કેન્સરમાં શરીરના બોડી પાર્ટસ(અવયવો)ને એક બીજાની સાથે જોડતા ટિશ્યુ પર અસર થતી હોય છે. સોફ્ટ ટિશ્યુ સારકોમા પણ અલગ અલગ હોય છે. જે શરીરના કયા અંગના ટિશ્યુમાં ટ્યુમર થયુ હોય છે તેના પર આધાર રાખે છે.

આ પ્રકારનુ કેન્સર શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે.તેની ઓળખ કરવી મુશ્કેલ હોય છે. શરૂઆતના તબક્કામાં તેના કોઈ ચોક્કસ લક્ષણો દેખાતા નથી. આમ છતા કેટલાક ચિન્હો એવા છે જે સોફ્ટ ટિશ્યુ સારકોમા હોવાનો નિર્દેશ કરે છે.


આવા હોય છે સોફ્ટ ટિશ્યુ સારકોમા કેન્સરનાં લક્ષણો

જેમ કે, કોઈ પણ હિસ્સામાં જોઈ શકાય તેવી ગાંઠ અથવા સોજો આવવો સુજી ગયેલા ભાગ પર દબાવવાથી દુખાવો થવો જો પેટના હિસ્સામાં કેન્સર હોય તો સતત દુખાવો થવો અને સતત કબજીયાતની ફરિયાદ રહેવી ફેફસા પાસે આ કેન્સર થયુ હોય તો શ્વાસ લેવામાં તકલીફ થવી ડોક્ટરો પણ હજી આ કેન્સર કયા કારણસર થતુ હોય છે તે કહી શકતા નથી. કેટલીક જેનેટિક બાબતો, ઉંમર, અગાઉની રેડિયોથેરાપી, કેમિકલનો ખતરો જેવી બાબતો છે. જે આ પ્રકારના કેન્સર માટે જવાબદાર હોઈ શકે છે.

Post a comment

0 Comments