'તમારી પત્ની ફરવાનું કહે તો લઇ જજો, નહીં તો'.વાંચી લો આ અમદાવાદના પતિ-પત્નીનો કિસ્સો


              રાજ્યમાં એવી કેટલીયે ઘટનાઓ બનતી હોય છે, જેના કારણે પતિ અને પત્ની વચ્ચે સુખી જીવન સંસાર ભાંગી પડે છે. હાલ અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ પત્નીને ગોવા ફરવા ના લઇ જતા ફોનમાં ગાળો બોલી વાત છેક છૂટાછેડા સુધી પહોંચી હતી.

              ઘાટલોડિયામાં રહેતા યુવકને તેની પત્નીને ગોવા લઇ જવાની ના પડાતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. પત્ની ઘર છોડી પિયરમાં જતી રહી હતી. દરમિયાનમાં પુત્રીને મળવા માટે પતિ સાસરીમાં ગયો હતો. શુક્રવારે મોડી સાંજે પત્નીએ વોટ્સઅપ મેસેજ કરી પતિને ગાળો બોલી, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

             આ અંગે પતિએ સોલા પોલીસ સ્ટેશનમાં પત્ની વિરુધ્ધ ફરિયાદ નોધાવી હતી. ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા શાયોના પ્રસાદમાં રહેતા હરદિપસિંહ ભગવતસિંહ ગઢવી ટયૂશન ક્લાસીસ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2016માં વંદનાબેન ગઢવી સાથે 2016માં લગ્ન થયા હતા. પત્ની વારંવાર ઝઘડો કરી પિતાના ઘરે જતી રહેતી હતી.

              ગત એપ્રિલ માસમાં પત્નીએ ગોવા ફરવા જવા માટે કહ્યું હતું તેમ કહી પત્નીએ ઝઘડો કર્યો હતો અને દીકરીને મૂકીને જતી રહી હતી. દીકરીને બાદમાં પત્ની સાથે મૂકી આવ્યો હતો. દરમિયાનમાં ગત શુક્રવારે હરદિપસિંહ દીકરીને મળીને પરત ફર્યો હતો.

              પોણા છ વાગ્યે પત્નીનો ફોન આવ્યો હતો કે, મારી દીકરીને મળવા આવવું નહીં કહી ફોન મૂકી દીધો હતો. રાત્રે વોટ્સઅપમાં પતિને બીભસ્ત ગાળો લખી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા પતિએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Post a comment

0 Comments