સલમાને છોડ્યો ભણસાલીનો સાથ, હવે આ બનશે 'ઇંશાઅલ્લાહ'નો હિરો


ગત થોડા દિવસોમાં જ ફિલ્મમેકર સંજય લીલી ભણસાલીની ફિલ્મ ઇંશાઅલ્લાહ ખુબજ ચર્ચામાં છે. આ ફિલ્મમાં ભણસાલીએ દબંગ સ્ટાર સલમાન ખાન અને આલિયા ભટ્ટને કાસ્ટ કર્યા હતાં. આ નવી જોડીને જોવા માટે ફેન્સ ઘણાં જ એક્સાઇટેડ હતાં. આ ફિલ્મ ઇદ 2020નાં રિલીઝ થવાની છે. પણ હાલમાં જ ખબર છે કે ઇંશાઅલ્લાહ ઇદ 2020નાં રિલીઝ નહીં થાય.

કહેવાય છે કે, સલમાન ખાનની સ્ક્રિપ્ટમાં દખલ અંદાજી ભણસાલીને પસંદ ન હતી. જેને કારણે તેણે આ પ્રોજેક્ટ પર કામ ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે હવે ખબર છે કે, ભણસાલીએ અન્ય કોઇ એક્ટર સાથે 'ઇંશાઅલ્લાહ' બનાવવાનો વિચાર કરી લીધો છે. 'ઇંશાઅલ્લાહ'માં રણવીર સિંહ સલમાન ખાનની જગ્યા લઇ શકે તેવી પુરેપુરી શક્યતાઓ છે.

રણવીર, ભણસાલીનો ફેવરેઇટ એક્ટર છે. બંનેએ સાથે રામ-લીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત જેવી બ્લોકબસ્ટર ફિલ્મો કરી છે.

તો ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બોયમાં રણવીર અને આલિયાની જોડી હતી જે ઘણી જ પસંદ કરવામાં આવી હતી. આજ કારણ છે કે રણવીર 'ઇંશાઅલ્લાહ'માં લિડિંગ રોલમાં હોય તેમ બની શકે છે.


અત્યાર સુધીમાં સલમાન ખાન અને ભણસાલીનું આ પ્રોજેક્ટ પરથી હટી જવાનું કોઇ કારણ સામે આવ્યું નથી. સલમાનની સ્ક્રિપ્ટમાં દખલ અંદાજી ભણસાલીને પસંદ ન હતી. એવી પણ વાતો છે કે, ભણસાલીએ ફિલ્મ માટે સલમાન પાસેથી 100 દિવસની ડેટ્સ માંગી હતી. જે માટે સલમાને 100 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. આ ઉપરાંત સલમાન ફિલ્મમાં ડેઝી શાહ અને વલૂશા ડિસૂઝાને કાસ્ટ કરવા ઇચ્છતો હતો જે ભણસાલીને પસંદ ન હતું.

આજ બધી વાતોને કારણે ભણસાલી અને સલમાને શૂટિંગ પહેલાં જ આ પ્રોજેક્ટ પરથી અલગ થવાનો નિર્ણય કરી લીધોછે. હવે ઇદ 2020નાં સલમાનની ફિલ્મ 'કિક-2' રિલીઝ થશે. 'કિક-2' અક્ષય કુમારની હોરર કોમેડી ફિલ્મ 'લક્ષ્‍મી બોમ્બ' સાથે રિલીઝ થશે.

Post a comment

0 Comments