કાશ્મીરમાં મળ્યો બોલિવુડના આ અભિનેતાનો ડુપ્લિકેટ, ઈંટરનેટ પર ફોટોઝ થયા વાયરલ


બોલિવુડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગલે હાલમાં જ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરીને તમામનાં હોશ ઉડાવ્યા છે. અક્ષયની ફિલ્મ 'મિશન મંગલ' હિટ સાબિત થઈ છે.


અને ફરી એકવાર અક્ષય કુમાર મિડિયાની ચર્ચામાં રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ એક વ્યક્તિ કાશ્મીરમાં જોવા મળી છે જે બરાબર અક્ષય કુમાર જેવો દેખાય છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

એક વ્યક્તિ કાશ્મીરમાં જોવા મળી છે જે બરાબર અક્ષય કુમાર જેવો દેખાય.

કાશ્મીરના આ વડીલનું નામ માજિદ મીર

કાશ્મીરના આ વડીલનું નામ માજિદ મીર છે જે બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની જેમ દેખાય છે. માજિદ મીરનો ફોટો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેની એક ખાસ વાત એ છે કે માજીદ હંમેશા ટોપી પહેરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માજીદ ક્રિકેટર સુનીલ ગાવસ્કરનો મોટો ચાહક છે. સુનીલ જે ​રીતે તેના જમાનામાં કેપ પહેરતા હતા. તેવી જ રીતે માજિદ પહેરી રાખે છે.


આટલું જ નહીં, ટ્વિટર પર લોકોએ મજીદને બીજી ઓળખ આપી. લોકો કહે છે કે તે બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર જેવો દેખાય છે. લોકો એમ પણ કહે છે કે અક્ષય કુમાર, માજીદ મીરની ઉંમર જેટલા થયા પછી કંઈક આવો જ દેખાશે.

Post a comment

0 Comments