તારક મેહતા..માં બદલાઇ ગઇ સોનું, પલક સિંધવાની બની ભીડેની દીકરી


તારક મેહતા.. શોમાં માધવી અને આત્મારામની દીકરી સોનું દિલ્હીથી પરત આવી ગઇ છે. જોકે કહાનીમાં ટ્વિસ્ટએ છેકે, સોનું બદલાઇ ગઇ છે. અને નવી સોનુની આજે એન્ટ્રી થશે.


આજે તે ગોકુલધામ સોસાયટીમાં એન્ટ્રી કરશે. અને આ સાથે જ નવી સોનું એટલે કે પલક સિંધવાની શોમાં એન્ટ્રી કરશે.

પલકની એન્ટ્રી પણ ઘણી જ ખાસ બનાવવામાં આવી છે. આ માટે ખાસ ડાન્સ સિક્વન્સ ગોઠવવામાં આવી છે.

આ પહેલાં જ્યાં સુધી સોનુંની એન્ટ્રી નથી થતી ત્યાં સુધી ભીંડે અને માધવીને રત્નાગીરી જતા રોકવા માટે આખી ગોકુલધામ સોસાયટી પોતાનાંથી બનતા બધા જ પ્રયાસ કરે છે. કારણ કે સોનુંએ ટપ્પુ સેનાને ચેલેન્જ આપી હતી કે તેમણે ભીડે અને માધવી આન્ટીને રત્નાગીરી જતા રોકી રાખવાનાં. અને તેમને કહેવાનું પણ નથી કે સોનું મુંબઇ આવીને તેમને સરપ્રાઇઝ આપશે.

આ રીતે આજે રાત્રે 8.30 વાગ્યે તારક મેહતામાં નવી સોનુંની એન્ટ્રી થશે.


આ પહેલાં શોમાં બે સોનું બદલાઇ ચુકી છે. પલક શોમાં ત્રીજી બાળકી છે જે સોનુંનું પાત્ર ભજવશે.

Post a comment

0 Comments