મુકેશ અંબાણી દિવાળીએ ફરી મોટો ધડાકો કરે તેવી સંભાવના, જાણો


Reliance Industries Ltd (RIL)ના ચેરમેન અને ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની Reliance Retail Limited દિવાળીની આસપાસ મોટો ધડાકો કરી શકે છે. કંપની ઈ-કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરી શકે છે. એક અંગ્રેજી મીડિયા ગ્રૂપના ઉદ્યોગ જગતના સૂત્રો દ્વારા આ માહિતી સામે આવી છે.

મીડિયાના અહેવાલ અનુસાર મુકેશ અંબાણીનો નવો બિઝનેસ તેમની ઓફલાઈન ટુ ઓનલાઈન પહેલ સાથે જોડાયેલો છે, જેના દ્વારા ઉત્પાદકો, વેપારીઓ, નાના વેપારીઓ, વિવિધ બ્રાન્ડને ટેકનોલોજી દ્વારા ગ્રાહકો સાથે જોડવામાં આવશે. આ યોજના પર ગત બે વર્ષથી કામ ચાલી રહ્યું છે. હાલ Reliance Retail Limited પાસે દુકાન, સુપર માર્કેટ, હાઈપરમાર્કેટ, ઓનલાઈન વગેરે બિઝનેસથી જોડાયેલી છે.


આ બાબતથી વાકેફ ત્રણ અધિકારીઓ સાથે વાતચીતના આધઆરે તે વાતની પૃષ્ટિ કરવામાં આવી છે. જેમાંથી એક અધિકારીએ જણાવ્યું કે, રિલાયન્સ રિટેલ તેના ઈ-કોમર્સ બિઝનેસને બે તબક્કામાં લોન્ચ કરશે. દિવાળીની આસપાસ એક સોફ્ટ લોન્ચ થશે, જ્યારે ડિસેમ્બરથી જાન્યુઆરીમાં મોટું લોન્ચીંગ કરવામાં આવશે. આ અવસર પર દિવાળી ધમાકા ઓફર પ્લાન પણ રજુ થઈ શકે છે, જે હેઠળ ગ્રાહકોને ઘણા પ્રકારના ડિસ્કાઉન્ટ આપવામાં આવી શકે છે.


Reliance Retailની તરફથી હાલ આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કંપની હાલ સ્થાનિક વિક્રેતાઓને ઓનલાઈન ટુ ઓફલાઈન માર્કેટપ્લેસ ઉપલબ્ધ કરાવી રહી છે. આ બિઝનેસ મોડલને સ્થાપિત કરવાનો શ્રેય ચીનની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અલી બાબાને જાય છે. આ બિઝનેસ હેઠળ ગ્રાહક કોઈ પ્રોડક્ટ્સ કે સર્વિસને ઓનલાઈન તો સર્ચ કરે છે, જોકે તેને તે ખરીદવા માટે સ્ટોર પર તો જવું જ પડે છે.

Post a comment

0 Comments