આ ઝરણાં નીચે ઊભા રહીને જાણી શકો છો, તમે પાપી છો કે નહીં....


તમે લોકોએ ઘણા ઝરણાં જોયા હશે, કેટલાક ઝરણાં નીચે તમે ન્હાયા હશો. પરંતુ આજે અમે તમને એક એવા ઝરણાં માટે જણાવવા જઇ રહ્યા છીએ જે દુનિયાના રહસ્યમયી ઝરણાંમાંથી એક છે.

કહેવામાં આવે છે કે આ ઝરણાંનું પાણી પાપી લોકોની ઉપર પડતું નથી. તમે પાપી છો કે નહીં આ ઝરણાં નીચે ઊભા રહીને જાણી શકો છો. આ ઝરણું હિંદુઓના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ બદ્રીનાથથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું છે. આ ઝરણાને વસુંધરા ફોલ્સના નામથી ઓળખવામાં આવે છે.


આ ઝરણું 400 મીટરની ઊંચાઇથી પડે છે. આ ઊંચાઇથી જ્યારે પાણી પડે છે, તો દરેક જગ્યા પર જાય છે પરંતુ જ્યારે કોઇ પાપી ઝરણાં નીચે આવે છે તો ઝરણાંનું પાણી એની પર પડતું નથી.

ધર્મ ગ્રંથો અનુસાર આ જગ્યા પર પાંચ પાંડવોમાંથી સહદેવે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. એવી માન્યતા છે કે જો આ ઝરણાંના ટીપાં તમારી પર પડે છે તો તમે સમજી જીવ કે તમે પુણ્યશાળી છો અને નથી પડતું તો તમે પાપી છો. આ કારણથી અહીંયા દૂરદૂરથી લોકો આવે છે. અહીંયા માત્ર ભારત નહીં પરંતુ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં પર્યટક આવે છે અને સુંદરતાની મજા માણે છે.


આ ઝરણાં માટે એવું પણ કહેવામાં આવે છે કે એનું પાણી ઘણી જડી-બૂટ્ટીઓની અડે છે અને જેની પર પણ પડે છે એ નિરોગી થઇ જાય છે. આ ઝરણું એટલું વિશાળ અને ઊંચાઇ પર બનેલું છે કે એના મૂળથી પર્વતના શિખર સુધી એક નજરમાં જોઇ શકવું શક્ય નથી. એની સુંદરતા તો શબ્દોમાં કહી શકાય એમ નથી. બસ એટલું કહેવામાં આવે છે કે ખુલી આંખોથી સ્વર્ગનો નજારો લઇ શકાય છે.

Post a comment

0 Comments