પીવી સિંધુની બાયોપિકમાં કોચ ગોપીચંદનો રોલ અદા કરશે અક્ષય કુમાર!!!


ભારતીય બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ હાલમાં જ સ્વિટઝરલેન્ડનાં બાસેલમાં થયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. તેનો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પહેલો ગોલ્ડ અને કુલ પાંચમું પદક છે. આ પહેલાં તેણે વર્ષ 2013 અને 2014માં બે કાંસ્ અને 2017 2018માં બે રજત પદક આ ટૂર્નામેન્ટમાં જીત્યા હતાં. પીવી સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ભારતીય છે. છેલ્લી મેચમાં તેણે જાપાનની નોજોમી ઓકુહારાને માત આપી. સિંધુએ તેનાં કરિઅરમાં એટલી ઉપલબ્ધિઓ હાંસેલ કરી છે કે હવે તેનાં જીવન પર બાયોપિક બની શકે છે.

ગોપીચંદને પસંદ છે અક્ષય કુમાર

ખાસ વાત એ છે કે, પીવી સિંધુની બાયોપિકમાં અક્ષય કુમાર તેનાં કોચ પુલેલા ગોપીચંદનો રોલ અદા કરી શકે છે. આ અંગે પુલેલાને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે, મને અક્ષય કુમાર ખુબ પસંદ છે. જો તે મારો રોલ અદા કરશે તો તે શાનદાર રહેશે. કારણ કે હું જે લોકોને ખુબ પસંદ કરું છુ તેમાં અક્ષય કુમાર એક છે. જોકે પુલેલા ગોપીચંદે તેમ પણ કહ્યું કે, મને પીવી સિંધુની બાયોપિક બનવાની છે તે અંગે કોઇ જ માહિતી નથી. આપને જણાવી દઇએ કે પુલેલા ગોપીચંદ ખેલ રત્ન અને દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત છે.


પુલેલા ગોપીચંદ ભારતીય બેડમિન્ટન ટીમનો મુખ્ય રાષ્ટ્રીય કોચ છે. તેણે 1999માં અર્જુન એવોર્ડથી નવાઝવામાં આવ્યો હતો. જ્યારે 2001માં તેણે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કર્યો હતો. 2009માં ગોપીચંદને દ્રોણાચાર્ય પુરસ્કાર મળ્યો અને વર્ષ 2014માં તેને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યો. પીવી સિંધુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ એક્ટર અક્ષય કુમારે તેને ટ્વિટર પર વધામણા પણ આપ્યા હતાં.

ગોપીચંદે સારા કોચ અંગે ચિંતા વ્યક્ત કરી

રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદે સારા કોચની કમી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, ટીમની સાથે સાઉથ કોરિયાનાં કિમ જી હ્યુન જેવાં વિદેશ કોચ છે. પણ સામે આવી રહેલી પ્રતિભાને સંભાળવા માટે વધુ કોચની જરૂર છે. ગોપીચંદ કહે છે કે, અનુભવી ઇન્ટરનેશનલ ખેલાડીઓ વિરુદ્ધ મેચની રણનીતિ બનાવવા માટે વધુ કોચની જરૂર છે. તેણે કહ્યું કે, વ્યસ્ત કાર્યક્રમને કારણે પણ વધુ કોચ અને ફિઝિયોથેરેપિસ્ટની જરૂર પડે છે.

Post a comment

0 Comments