બાળકને પીળા રંગની સ્કૂલ બસમાં મોકલો છો, પરંતુ બસ પીળા રંગ ની જ કેમ બીજા રંગની કેમ નથી હોતી જાણો છો?


સ્કૂલની મોટાભાગની બસને તમે જોઈ હશે, તે પીળા રંગની જ હોય છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે આ પીળા રંગની કેમ હોય છે. કોઈ બીજા રંગની કેમ નથી હોતી. 19મી સદીમાં સ્કૂલ બસનો પહેલો ઉપયોગ ઉત્તરી અમેરિકામાં કરવામાં આવ્યો હતો. કેમકે તે સમયે ગાડિઓ નહોતી.


એટલા માટે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે ઘોડા ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. 20મી સદીની શરૂઆતમાં તે ઘોડાગાડીની જગ્યાએ મોટર ગાડિયોનો ઉપયોગ થવા લાગ્યો, જે લોખંડની બનવા લાગી. મોટર ગાડી પર નારંગી અથવા પીળો રંગ ચઢાવવામાં આવતો હતો.

જેથી તે અલગ દેખાય શકે. તેના પછી 1939માં ઉતર અમેરિકામાં મોટાભાગે તે પીળા રંગથી રંગાવા લાગી. અને અમેરિકા, ભારત અને કેનેડા સહિત દુનિયાના ઘણા દેશોમાં સ્કૂલની બસ પીળા રંગની થવા લાગી. હવે તે પીળા રંગની સ્કૂલ વાન તરીકે ઓળખાવા લાગી. સ્કૂલ બસના પીળા રંગ પાછળ વૈજ્ઞાનિક અને સુરક્ષાનું કારણ જવાબદાર છે.


અમેરિકામાં 1930માં શોધ કરવામાં આવી હતી. આ શોધમાં પુષ્ટિ કરવામાં આવી છે કે પીળો રંગ બાકી બધા રંગો કરતા ઝડપથી આંખોને દેખાય છે. અને આ રંગથી બધાનું ધ્યાન આકર્ષિત વધુ થાય છે. બાકી રંગો કરતાં પીળા રંગમાં 1.24 ઘણી વધારે આકર્ષક શક્તિ હોય છે. સુરક્ષાની દ્રષ્ટિએ સ્કૂલ બસોનો રંગ પીળો રાખવામાં આવે છે કેમ કે એવું માનવામાં આવે છે કે પીળો રંગ ઘણો દૂર હોવા છતાં પણ દેખાતો હોય છે. તેની સાથે પીળો રંગ વરસાદ, રાત, દિવસ, કોઈ પણ મોસમમાં દેખાઈ જાય છે. આ કારણે પીળો રંગ હોવાના કારણે દુર્ઘટનાની સંભાવના ઓછી બને છે.

Post a comment

0 Comments