સૌથી વધુ કમાણી કરનારી વિશ્વની ટોપ-5 એક્ટ્રેસમાં બોલીવૂડથી એકપણ નહીં


જગવિખ્યાત મેગેઝિન ફોર્બ્સે દર વર્ષની જેમ આ વર્ષે સૌથી વધુ મહેનતાણું મેળવાનારી એકટ્રેસની યાદી તૈયાર કરી છે. જો કે આ યાદીમાં એકપણ બોલીવૂડ એકટ્રેસનું નામ સામેલ નથી. હોલીવૂડ એક્ટ્રેસ સ્કારલેટ જોહેન્સન સતત બીજી વખત આ યાદીમાં પ્રથમ સ્થાને બિરાજમાન છે. ફોર્બ્સે મેગેઝિનના જણાવ્યા મુજબ, સ્કારલેટે 56 મિલિયન ડોલર એટલે કે લગભગ 400 કરોડ રૂપિયાની વાર્ષિક કમાણી કરી છે.

ગયા વર્ષે સ્કારલેટે 40.5 મિલિયન ડોલર એટલે કે લગભગ 259 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એક વર્ષમાં તેમની કમાણીમાં 141 કરોડનો વધારો થયો છે. સ્કારલેટ છેલ્લે માર્વેલ સ્ટૂડિયોઝની ફિલ્મ એવેન્જર્સ: એન્ડગેમમાં દેખાયા હતા. આ ફિલ્મે 19994 કરોડ રૂપિયાની બમ્પર કમાણી કરી હતી.


ફોર્બ્સની યાદી મુજબ, સોફિયા વરગાર 41.1 મિલિયન ડોલરની સાથે બીજા ક્રમે છે.

રીઝ વિદરસ્પૂન 35 મિલિયન ડોલરની સાથે ત્રીજા ક્રમે છે.

ત્યારબાદ નિકોલ કિડમેન ચોથા સ્થાને છે.

જેનિફર એનિસ્ટન પાંચમાં સ્થાને છે.

Post a comment

0 Comments