ટોપ 5 શોના લિસ્ટમાંથી બહાર થયું તારક મહેતા, આ શોએ મારી નંબર 1 પર એન્ટ્રી


બાર્કના 33મા અઠવાડિયાના ટીઆરપી રેટિંગમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ઝટકો લાગ્યો છે. જેઠાલાલનો આ શો ટોપ- 5ની રેસમાંથી બહાર નીકળી ચૂક્યો છે. સાથે જ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટોપ 1માં આવી ચૂક્યો છે. ટીઆરપી લિસ્ટમાં સિંગિંગ બેસ્ડ શો સુપરસ્ટાર્સ સિંગર્સ સિંગિંગ કા કલની એન્ટ્રી થઈ ચૂકી છે.

દરેક ઘરમાં ટીવી હોય જ છે અને બાળકોથી માંડીને મોટેરાંઓ પણ સીરિયલ્સ જોતાં હોય છે. નાના બાળકો ખાસ કરીને તારક મહેતા જોવું પસંદ કરતા હોય છે. તો ઘરની મહિલાઓને કુમકુમ ભાગ્ય અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવી સીરિયલ્સ પસંદ છે. હાલમાં આ સીરિયલ્સમાં મેલોડ્રામા ચાલી રહ્યો છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે. સાથે જ આ સીરિયલ્સમાં આઉટફિટ્સ અને જ્વેલરીને પણ ખાસ મહત્વ આપવામાં આવે છે. મહિલાઓ નવા ટ્રેન્ડને ફોલો કરવા માટે પણ અનેકવાર આવી સીરિયલ્સ જોતી હોય છે. આવો જાણીએ તમારી પસંદની કઈ સીરિયલ હાલમાં નંબર 1 પર છે.

જાણી લો ટોપ 5ના લિસ્ટમાં કોણ કોણ એન્ટ્રી કરી ચૂક્યું છે.


યે રિશ્તા ક્યા કહેલાતા હૈ હાલમાં મેલોડ્રામાને કારણે ચર્ચામાં છે. શોમાં કાર્તિકના લગ્ન વેદિકા સાથે થયા છે. નાયરા અને કાર્તિકના રીયૂનિયન એપિસોડ દર્શકોનું દિલ જીતી રહ્યા છે. શો અનેક અઠવાડિયાથી નંબર 1 પર છે.

ઝીટીવીનો શો કુંડળી ભાગ્ય પણ ટીઆરપીમાં બીજા નંબરે છે. શોની એકટ્રેસ શ્રદ્ધા આર્યા એટલે કે પ્રીતાનો હાલમાં જ સેટ પર બર્થડે પર સેલિબ્રેટ કરાયો હતો.


કુમકુમ ભાગ્ય બાર્ક રેટિંગમાં ત્રીજા નંબરે છે. અભિ-પ્રજ્ઞા આ શોમાં લાંબા સમયથી લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે.

કપિલ શર્માનો કોમેડી શો દ કપિલ શર્મા પણ ચોથા નંબરે છે. શોમાં જલ્દી જ બાહુબલી એટલે કે પ્રભાસની એન્ટ્રી થશે. ફેન્સ આ શોની રાહ જોઈ રહ્યા છે.

સિંગિંગ રિયલિટી શો સુપરસ્ટાર્સ સિંગર્સ સિંગિંગ કા કલ પાંચમા નંબરે છે. શોમાં એકથી વધીને એક સિંગર્સ પોતાના સિંગિંગની કમાલ દેખાડી રહ્યા છે.

Post a comment

0 Comments