108 મેગાપિક્સલ કેમેરાવાળો Xiaomiનો આ સ્માર્ટફોન થશે લોન્ચ, જાણો તેના ખાસ ફીચર્સ


ભારતમાં પોતાના સસ્તા અને ધાન્સુ ફીચર્સ માટે પોપ્યુલર કંપની ક્ષાઓમી પોતાની MIX સિરીઝનો નવો સ્માર્ટફોન આગામી મહીને લોન્ચ કરી શકે છે. કેહવામાં આવી રહ્યું છે કે આગામી ફોનનું નામ Mi MIX 4 રાખવામાં આવશે, જેની ખાસિયત તેનો 108 મેગાપિક્સલ કેમેરો હશે.

ચાઈનિઝ વેબસાઈટ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ આ સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવશે. જાણવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોનમાં ક્વાડ-કેમેરા સેટઅપ હશે, જેમાં 108 મેગાપિક્સલ સિવાય એક 16 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ-એંગલ લેન્સ, 12 મેગાપિક્સલનો સેન્સર કેમેરા અને ચોથો પેરિસ્કોપ લેન્સ હશે. ક્વાડ કેમેરા એટલે કે ચાર કેમેરાવાળો ફોન.

આ સ્માર્ટફોન લોન્ચ થયા પહેલાથી જ કેટલીક જાણકારીઓ લીક થઈ છે. આ સ્માર્ટફોનમાં AMOLED 2K HDR10+ કર્વ્ડ ડિસ્પ્લે હશે, જે 2K રિઝોલ્યૂશન સાથે આવશે. મેમરીની જો વાત કરવામાં આવે તો Mi MIX 4માં 12GB રેમ હોઈ શકે છે. સાથે જ તેની સ્ટોરેજને 1TB સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 855+ ચિપસેટ લગાવવામાં આવી છે જે આ ફોનને વધારે પાવરફુલ બનાવશે.

પાવર માટે ફોનમાં બેટરી બેકઅપ વધારે આપવામાં આવી શકે છે. લીક થયેલી જાણકારી મુજબ આ સ્માર્ટફોનમાં 4,500 mAHની બેટરી લાગેલી હશે. આ બેટરી 30W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. તેમાં તમને વાયરલેસ ચાર્જિંગ અને રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવી શકે છે. જણાવી દઈએ કે આ ફોન સપ્ટેમ્બરમાં ચીનમાં લોન્ચ થશે, ભારતમાં આ સ્માર્ટફોનની લોન્ચિંગને લઈને કોઈ જાણકારી સામે આવી નથી.

Post a comment

0 Comments