1લી સપ્ટેમ્બરથી વાહન ધ્યાનથી ચલાવજો, નહીંતર નવો નિયમ ખિસ્સા ખાલી કરી દેશે, જાણો નવા નિયમો


કેન્દ્ર સરકારે સંશોધિત મોટર વ્હીકલ એક્ટ 2019ના 63 જોગવાઈઓ લાગૂ કરવાને લઇને નોટિફિકેશન જારી કરી દીધી છે.

જો આ 63 જોગવાઇ નિયમોના ઉલ્લંઘન કરવા પર દંડને સંબંધિત છે. સરકારની તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં આ જોગવાઇઓ 1 સપ્ટેમ્બર 2019 ના લાગૂ કરવામાં આવશે.

સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે દ્વારા કહેવામાં આવ્યુ છે કે, સંશોધિત મોટર વ્હીકલ એક્ટ 2019ના અન્ય જોગવાઇ લાગૂ કરવા માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. નીતિન ગડકરી પહેલા જ કહી ચૂક્યા છે કે, મોટર વ્હીકલ કાયદાને ચરણબદ્ઘ રીતે લાગૂ કરવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પણ આ બિલ પર કરવામાં આવ્યા છે, જેથી લાગૂ કરવામાં કોઇ મુશ્કેલી ઉભી નહી થાય.


સંશોધિત બિલથી જોડાયેલી કેટલીક બાબતો:

નવા નિયમો અનુસાર, જો કોઇ લાયસન્સ વગર બિન અધિકૃત વાહન ચલાવતા પકડાય તો તેને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. અત્યારના દંડપાત્ર રકમ 1000 રૂપિયા છે. લાયસન્સ વગર વાહન ચલાવવા પર 500 ની જગ્યાએ 5000 રૂપિયાનું દંડ ફટકારવામાં આવશે.


દારૂ પીને વાહન ચલાવવા પર પહેલી વખત પકડવામાં આવે તો 6 મહિનાની જેલ અથવા10000 રૂપિયાનો દંડ જ્યારે બીજી વખત પકડાઇ જવા પર 2 વર્ષ સુધી જેલ અથવા 15000 રૂપિયાનો દંડ ફટકારવાની જોગવાઈ છે.

જાણો કેટલો ફટકારવામાં આવશે દંડ:

ફાસ્ટ ગાડી ચલાવવામાં આવે તો પહેલા 500 રૂપિયાનો દંડ અથવા 3 મહિનાની જેલ થતી હતી. જોકે હવે 5000 રૂપિયા દંડ અથવા 3 મહિનાની જેલ, બીજી વખત 10000નો દંડ અથવા 1 વર્ષની જેલ થશે.


જો ગાડી ઓવરલેડિંગ હશે તો પહેલા 2000 રૂપિયાનો દંડ અને 1000 પ્રતિ ટન સુધીની લિમિટ હતી. જો હવે 10000 રૂપિયાનો દંડ અથવા તો 6 મહિનાની જેલ, બીજી વખત ઉલ્લંઘન થાય તો 15000 રૂપિયાનો દંડ અથવા 2 વર્ષની જેલ થવાની જોગવાઇ છે.


ડ્રિંક અને ડ્રાઇવ થવા પર પહેલા 2000 રૂપિયાનો દંડ અથવા 6 મહિનાની જેલ જ્યારે બીજી વખતમાં 3000 રૂપિયાનો દંડ અથવા 2 વર્ષની જેલની સજાની જોગવાઇ હતી. જોકે હવે 10000 રૂપિયાનો દંડ, 6 મહિનાની જેલ જ્યારે બીજી વખત જો આ ભૂલ થાય તો 15000 રૂપિયાનો દંડ અથવા 2 વર્ષની જેલની જોગવાઇ છે.

ટ્રાફિક લાઇટ તોડવા પર, ફોન પર વાત કરીને ગાડી ચલાવવા પર પહેલા 1000 રૂપિયાનો દંડ અથવા 6 મહિનાની જેલ, જ્યારે બીજી વખતમાં 2000 રૂપિયાનો દંડ અથવા 2 વર્ષની જેલની સજા થતી. જોકે હવે 6-12 મહિનાની જેલ, બીજી વખત 10000નો દંડ અથવા 2 વર્ષની જેલની જોગવાઇ છે.

Post a comment

0 Comments