નાના ભાઈ અનિલ ને ફરી બચાવશે મુકેશ અંબાણી, ખોટમાં જતી RCOM ને ખરીદી શકે છે RIL ન્યુ દિલ્લી : રિલાઇન્સ ઈન્ડરસ્ટ્રીજ ના ચેરમેન મુકેશ અંબાણી તેમના નાના ભાઈ અનિલ અંબાણી ની ખોટમાં જતી કંપની રિલાયન્સ કમ્યુનિઝેશન ને ખરીદવાની યોજના ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ કમ્યુનિકેશન્સ કંપની કાનૂની રૂપે નીલામ કરવામાં આવી રહી છે.  જેના માટે મુકેશ અંબાણી ની રિલાયન્સ જીઓ ને આ કંપની  ખરીદવાની રુચિ જોવા મળી છે. અને આવી ખબર છે કે જલ્દીજ રિલાયન્સ કમ્યુનિકેશન હરાજી કરવામાં આવશે.


                      એક મોટા અધિકારી એ કહયું છે કે 'આ ખરીદવું અંબાણી બંધુઓ માટે ખુબજ મહત્વનું છે. આરકોમ ના સ્પેક્ટ્રમ અને ટાવર મેળવવાથી રિલાયન્સ જીઓ ની સેવાઓ માં મજબૂતી આવી જશે અને જે 5 જી શરૂ કરવા જઈ રહી છે. બીજી બાજુ આરકોમ કંપની ને નવી મુંબઈ માં ઘણી જમીન છે. '


આરકોમ પર છે 46 હાજર કરોડ નું લેણું

               નોંધપાત્ર રીતે, રિલાયન્સ કમ્યુનિકેશન ની પાસે ડિફોલ્ટ 46 હાજર કરોડ દેવું હતું. સૂત્રો અનુસાર, જીઓ એ પોતાના ફાયબર અને ટાવર કારોબાર ને બે એન્ફાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટો ને સોંપી દીધા છે. અને પોતાના દેવું પણ ઓછું કરિયું જેથી આરકોમ ખરીદી શકે જેથી 5જી ને લોન્ચ કરવા માટે જાંગીયા બનાવી શકે.

આરકોમ સાથે મુકેશ અંબાણી નો ભાવનાત્મક સબંધ 

                આ પહેલા માર્ચ માં અચાનક બધાને ચોકાવ્યું હતું મુકેશ અંબાણી એ તેના નાના ભાઈ અનિલ ને જેલ જતા બચાવિયાં હતા અને 580 કરોડ રૂપિયા ભરિયા હતા. જે અનિલ  અંબાણી ની કંપની ને સ્વીડન કંપની એરિક્સન ને ચૂકવવાના હતા. આરકોમ ને મુકેશ અંબાણી પરિવાર ની સાથે ભાવનાત્મક સંબંધ છે, કારણકે તેની શરૂઆત તેમના પિતા ધીરુભાઈ અંબાણી ના સપનાને પુરા કરવા માટે 2000 ની સલમા કરવામાં આવી હતી.


                 જીઓ અત્યાર પણ મુંબઈ સહીત દેશના 21 સર્કલ માં 850 મેગાહડઝ બેન્ડ માં આરકોમનો ઉપયોગ કરી રહી છે.  ડિફોલ્ટ થયા પેહલા આરકોમ ને 850 મેગાહર્ડ્ઝ બેન્ડ માંથી 122.4 મેગાહર્ડ્ઝ સ્પેક્ટ્રમ જિયો ને વેચવા માટે 7300 કરોડ રૂપિયા ની એક ડીલ કરી હતી. પરંતુ સંચાર મંત્રાલય માંથી મંજૂરી ના મળતા આ ડીલ રદ થઇ હતી.

                 તે પેલા આરકોમ પોતાના સ્વિચિંગ નોડ અને ફાયબર ને 5000 કરોડ રૂપિયામાં વેચવાનો સોદો કરી ચુકી હતી. આરકોમ  ને તેમના રીએલએસ્ટેટ કારોબાર પેહેલા કેનેડા ની કંપની બ્રુકફિલ્ડ ને વેચવાનો પ્લાન બનાવીયો હતો.

Post a comment

0 Comments