આ રીતે બનાવો ગુજરાતનાં સ્પેશ્યલ રાયવાળા મરચાનું અથાણું



                 ગુજરાતમાં રાઈવાળા મરચા ખૂબ બનાવાય છે. ખાખરા સાથે તો તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તેને ઘરે બનાવવુ ખૂબ સહેલુ છે.

જરૂરી સામગ્રી 

20-30 લીલા મરચાં
એક કપ રાઈ - સાધારણ ક્રશ કરેલી
અડધી ચમચી હળદર
અડધી ચમચી હિંગ
એક નાનકડી ચમચી વરિયાળી સાધારણ ક્રશ કરેલી
તેલ જરૂર મુજબ
મીઠુ સ્વાદ મુજબ
એક મોટી ચમલી લીંબૂનો રસ

બનાવવાની રીત 

- સૌ પહેલા બધા મરચા સારી રીતે ધોઈને સુકવી લો
- તેના દીઠા કાઢીને એક એક કરી બધા મરચામાં ચીરો લગાવો અને બીયા કાઢી લો
- ધ્યાન રાખો કે મચચાના બે ભાગ ન થવા જોઈએ
- એક વાડકીમાં રાઈ, મીઠુ, હળદર, હિંગ, વરિયાળી, થોડુ તેલ અને અડધી ચમચી લીંબૂનો રસ નાખીને એકસાથે મિક્સ કરો.
- તૈયાર મિશ્રણને બધા મરચામાં ભરો
- બાકી બચેલુ મિશ્રણ, તેલ અને લીંબૂનો રસ મરચા પર નાખીને સારી રીતે મિક્સ કરી લો.
- હવે તેને એક જારમાં ભરીને એક કલાક માટે છોડી દો.
- હવે તેને એક જારમાં ભરીને એક કલાક માટે મુકી રાખો
- તૈયાર છે રાઈવાળા મરચા. એયર ટાઈટ કંટેનરમાં બંધ કરીને ફ્રિજમા મુકી દો.

Post a comment

0 Comments