અંજીર સાથે ખાઓ આ વસ્તુઓ દૂર થશે, આ બીમારીઓ                     આપણે સૌ ડ્રાઈ ફ્રુટ એકલેકે સુકામેવાના ફાયદાઓથી પરિચિત છીએ. એવુ કહેવાય છે કે રોજ એક બાઉલ સુકો મેવો ખાવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. આજે આપણે અંજીર અંગે જાણકારી મેળવીશું.અંજીર એ એક પ્રકારનું ફળ છે. જેને સામાન્ય રીતે લોકો ડ્રાયફ્રુટ તરીકે ખાતા હોય છે. આ ઉપરાંત અંજીરનો ઉપયોગ અનેક પ્રકારના ઘરેલુ ઉપચારોની અંદર કરવામાં આવે છે. અંજીરની અંદર ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે તમારા શરીરની અંદર રહેલા દરેક રોગોને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

                    અંજીરનો સ્વાદ ગળ્યો હોય છે. એક્સપર્ટ અનુસાર અંજીરમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન ભરપુર પ્રમાણમાં હોય છે. આ સિવાય અંજીરમાં આયરન વિટામિન એ હોય છે. આનાથી ખુબજ ફાયદો થાય છે. સામાન્ય રીતે અંજીરને તાજા ફળ સ્વરૂપે પણ ખાઈ શકાય છે. બીજી રીતે આ અંજીરના ફળને સૂકવીને પણ ખાઈ શકાય છે, અને જ્યારે અંજીર સુકાઈ જાય છે ત્યાર બાદ તેના સ્વાદમાં વધારો થઈ જાય છે. જો અંજીરને યોગ્ય સમયે ખાવામાં આવે તો તેના કારણે તેનો ફાયદો આપણા શરીરને વધુ માત્રામાં મળે છે.

આજે તમારા માટે કેટલીક ખુબજ મહત્વની ટિપ્સ લઈને આવ્યા છીએ

                   પાકેલા અંજીરને સૂંઠ સાથે ભેળવી ખાવાથી શારીરિક દુર્બળતા ઓછી થશે. અંજીરને દૂધમાં નાખીને પીવાથી લોહીનું પ્રમાણ શરીરમાં વધે છે. ઝાડા થયા હોય તો અંજીરનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે. તાકાત વધારવા માટે અંજીરનું રોજ સેવન કરવું જોઈએ. બદામ અને અંજીરમાં ખાંડ અને કિશમિશનું પાણી ભેળવી પીવાથી ખુબજ ફાયદો થાય છે.

                  અંજીરની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, અને આથી જ તેનું સેવન કરવાના કારણે તમારી પાચનશક્તિ મજબૂત બને છે. જેથી કરીને તમને કબજિયાત અને અપચા જેવી પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે તમે અંજીરનું સીધું જ સેવન કરી શકો છો અથવા તો આ અંજીરને પાણીમાં આખી રાત પલાળી રાખી સવારે પણ તેનું સેવન કરી શકો છો. 

                  ટીબીના દર્દીઓએ રોજનું એક અંજીર ખાવાથી ફાયદો થાય છે.

નોંધ: અંજીરની તાસીર ગરમ હોય છે એટલે જરૂર કરતાં વધારે તેનું સેવન કરવું નહી. 2થી 3 અંજીર પર્યાપ્ત છે.

Post a comment

0 Comments