5 મહિના ની મુલાકાત પછી લગ્ન કરવાનો નિર્ણય કરિયો, આવી છે એમની લવસ્ટોરી                         બોલિવુડ અભિનેત્રી પૂજા બત્રાએ 4 જુલાઈ રોજ દિલ્લીમાં અભિનેતા નવાબ શાહ સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા. હવે શાહે લગભગ 10 દિવસ બાદ પૂજા સાથે પોતાના લગ્નની વાત કબૂલી છે. હનીમુન મનાવીને પાછા આવેલા નવાબ શાહે એક અંગ્રેજી સમાચારપત્ર સાથે વાત કરતા જણાવ્યુ કે તેમણે પૂજા બત્રા સાથે અચાનક લગ્ન કેમ કર્યા. તેમણે કહ્યુ કે મને તરત જ ખબર પડી ગઈ હતી કે પૂજા તેમના માટે એક છે. પૂજા અને નવાબે 5 મહિના સુધી એકબીજાને ડેટ કર્યા. નવાબે જણાવ્યુ કે તે અને પૂજા બંને આ સંબંધ માટે સંપૂર્ણપણે તૈયાર હતા.

                પૂજા બત્રાના પતિએ નવાબ શાહે ખોલ્યો ગુપચુપ લગ્નનો સિક્રેટ રાઝ 
                'અમે બંને પોતાના જીવનમાં અલગ અલગ રીતના અનુભવ કર્યા છે'


                    નવાબ શાહે કહ્યુ કે અમે આ રીતનો અનુભવ લેવા ઈચ્છતા હતા. અમે બંને જીવનના એક જ પડાવ પર હતા, અમે લગ્ન વિશે બહુ વિચારીને એમાં મોડુ કરવા ઈચ્છતા હતા. અમે બંનેએ પોતાના જીવનમાં અલગ અલગ રીતના અનુભવ લીધા છે. જ્યારે હું પૂજાને પહેલી વાર મળ્યો હતો ત્યારે મે કોઈ સંબંધ વિશે નહોતુ વિચાર્યુ. નવાબે જણાવ્યુ કે તે અને પૂજા એકબીજાને જાણતા હતા. પરંતુ તે ફેબ્રુઆરીમાં એક કૉમન ફ્રેન્ડના લગ્નમાં મળ્યા હતા. તે વખતે દિમાગમાં રિલેશનશિપ વિશે કોઈ ખ્યાલ નહો

                   'પહેલી મુલાકાત બાદ જ હું પૂજા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો'


                 નવાબે જણાવ્યુ કે, 'ઉંમરના આ પડાવમાં તમે શૂન્ય રહો છો. કોઈ સાથી વિશે નથી વિચારી શકતા. પૂજા મારા જીવનમાં સૂરજની પહેલી કિરણ બનીને આવી અને હું તેની સાથે મારી આખી જિંદગી વિતાવવા તૈયાર હતો.' નવાબે જણાવ્યુ કે પોતાની પહેલી મુલાકાત બાદ જ હું પૂજા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. પૂજા એક ખૂબ જ સારી છોકરી છે અને તે મારા માટે સૌથી વધુ જરૂરી છે. અમને અમારા સંબંધ વિશે કોઈ દુવિધા નહોતી. આવુ આજકાલ ઓછુ જોવા મળે છે. અમે બહુ સરસ રીતે મળ્યા અને પથછી એક બાદ એક વસ્તુઓ અમારી સામે આવવા લાગી.

                 આટલા માટે આ અચાનક થયુ...


                  નવાબે આટલી જલ્દી લગ્ન કરવા વિશે જણાવ્યુ કે, 'અમે કંઈ પણ યોજના નહોતી બનાવી. અમે એક સાથે જીવન શરૂ કરવા અને એકસાથે આગળ વધવા માટે તૈયાર હતા. એટલા માટે સમય બગાડવાનો કોઈ મતલબ નહોતો અને એટલા માટે આ અચાનક થયુ. હવે મને ખુશી છે કે અમે લગ્ન કરી લીધા છે.'

                 ફિલ્મ વિરાસતથી ઓળખ બનાવનાર અભિનેત્રી પૂજા બત્રાએ 2002માં ઑર્થોપેડીક સર્જન સોનુ અહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા. જો કે આ બંનેના લગ્ન સફળ થયા નહિ અને તે બંને 2011માં અલગ થઈ ગયા હતા. પૂજાએ એક ઈન્ટરવ્યુ કહ્યુ હતુ, 'હા, અમે લગ્ન કરી લીધા હતા. લગ્નમાં માત્ર પરિવારના લોકો જ શામેલ હતા.'

Post a comment

0 Comments