જાણો, 20/07/2019 ને શનિવારના રાશિફળ વિશે




મેષ

આજે આપ સમાજસેવા પ્રત્યે આકર્ષિત થશે. આજના દિવસે આપ જરૂરિયાતવાળા લોકોની મદદ કરવાને માટે દરેક પ્રયાસ કરશો. ભલે એ પૈસાને લગતી હોય કે સમયને લગતી હોય. દિવસની આખરે આપ વિચારી પણ નહી શકો કે આપને કેટલી ખુશી થશે

વૃષભ

 બીજા લોકો આપની મદદ કરે કે ન કરે પરંતુ આપ બીજાઓની સમસ્યાઓ ઉકેલવામાં એમને મદદ કરશો. આજે આપ પોતાને સ્થિર અને બીજાઓની મદદ કરવા યોગ્ય માનશો. આપને બીજાઓની મદદ કરવાથીજ ખુશી થશે એટલુજ નહી બલ્કે એમના ચેહરા પર ખુશી જોઈને પણ ખુશી થશે.

મિથુન


 આજે આપનું મન કોઈ સામાજીક કાર્યને માટે દાન આપવાનું થશે. પોતાના મનની વાત સાંભળો અને કોઈ સામાજીક સંસ્થાની મદદ કરજો. આ પૂણ્ય કાર્યથી જેટલી ખુશી લેવાવાળાને થશે એટલીક ખુશી આપને પણ થશે

કર્ક


આજે આપ પોતાના પ્રિયજનોની સેવામાં હાજર રહેવા ચાહશો. આજે જેટલું બની શકે નમ્ર બનવાનો પ્રયાસ કરજો અને પોતાના પ્રિયજનો સાથે પ્રેમપૂર્વક વર્તજો. એ લોક આપના આ વહેવાર માટે આપનો આભાર માનશે. આજે આપને લાગશે કે, આજે આપ ને કોઈ કરશો એનાથી ભવિષ્યમાં આપને જરૂર લાભ થશે

સિંહ


જો આજે આપની પાસેથી કોઈ સામાજીક કાર્ય માટે મદદ માંગવામાં આવે તો પણ હાલતમાં પાછળ ન રહશો. એથી જરૂરિયાતવાળાઓની મદદ થશે જ પણ આપને ખૂબજ સંતોશ થશે. આગળ વધો અને આ અનુભવનો આનંદ ઉઠાવો.

કન્યા


આજે આપની પાસે જેટલા સંસાધન છે એનો ઉપયોગ સમાજના કલ્યાણમાં કરો સાથે પોતાનાઓને પણ ખુશ કરવાનો પ્રયત્ન કરજો. આજે આપ કંઈક દાન કરશો અથવા સાથીને માટે કોઈ ભેટ ખરીદશો. કોઈ પણ રીતે આપના સંસાધનોથી જોઈને કોઈને લાભજ થશે.

તુલા


 આજે આપ ખૂબજ દયા કરવાના મુડમાં છો અને કોઈ જરૂરિયાતવાળાની મદદ કરવા ચાહો છે. આપને પ્રતીતિ થશે કે નકારાત્મક વિચારોને ત્યાગીને આપ ન માત્ર પોતાના સંબંધોમાં સુધારો લાવશો બલ્કે પોતે પણ ખૂબજ ખુશી અનુભવશો.

વૃશ્ચિક


આજે આપના ઘરમાં કોઈક સામાજીક સમારોહ યોજાશે. એ આપને માટે એક અવસર હશે પોતાના દુખો અને ચિંતાઓને ભૂલવાને માટે અને પોતાના પ્રિયજનોની સાથે આનંદ માણવાનો આપી આપ પોતાને તાજા અનુભવશો.

ધનુ


 આજે ઘરે અવર જવર થતી રહેશે. ઘરે ઘણાં બધા કાયો એકસામટાં ચાલતા રહેશે. આજે આપના ઘરે વિદેશથી મહેમાનોને આવવાની સંભાવના છે. પોતાની તમામ મુશ્કેલીઓને એક બાજુએ મૂકીને પોતાના દોસ્તો અને સંબંધીઓ સાથે મઝા કરો

મકર


 આપના ઘરમાં ખુશીઓનું વાતાવરણ બનેલું છે કારણકે આપ જાણો છો કે આપ પોતાના મિત્રો અને પરિવારજનોની સાથે આનંદ માહી રહ્યા છો. વિદેશથી પણ આપના કોઈક સંબંધીઓ આવી શકે છે. એમના સ્વાગતને માટે તૈયાર રહો કામનો બોજ કદાચ આપને કદાચ એમના સાથનો આનંદ માણવા ન દે પરંતુ આપ બંનેમાં સંતુલન જાળવી રાખવાનો પ્રયત્ન કરજો.

કુંભ


 આજે ઓચિંતાજ આપને ત્યાં મહેમાન આવી શકે છે. આપે એમનું સ્વાગત કરવાને માટે તૈયાર રહેવું જોઈએ. આજે આપ ગયે તેટલા વ્યસ્ત કેમન લે સામાજીક ઉત્સવમાં જરૂર ભાગ લેજો. આવો અવસર વારંવાર નથી આવતો. આપનાં ઘરમાં ખુશીનો અવાજ ફેલાઈ જશે. આ ક્ષણોને કેમેરામાં કદે કરવાનું ન ભૂલશો.

મીન


આજે આપ ઘરના કામમાં ખૂબજ ગુંથાયેલા રહેશો. અચાનક આપના ઘરે આપના મિત્ર મળવા આવી શકે છે. એમની સાથે ખૂબજ મજા લો. પરંતુ આજે આપે પોતાના કામ પર પણ ધ્યાન દેવું જોઈએ. એટલે કામ અને મસ્તી વચ્ચે સંતુલન જાવવી રાખજો.

Post a comment

0 Comments