મુકેશ અંબાણીઃ ભારતના પ્રથમ અને વિશ્વના 13મા નંબરના શ્રીમંત વ્યક્તિ             નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના ચેરમેન મુકેશ અંબાણી ભારતના પ્રથમ નંબરના અને વિશ્વના 13મા નંબરના શ્રીમંત વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર તેમની કુલ સંપત્તિ 51.8 બિલિયન ડોલર છે. બ્લૂમબર્ગ દ્વારા બુધવારે વિશ્વના 500 શ્રીમંત વ્યક્તિઓની યાદી બહાર પાડવામાં આવી હતી.

             બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં કુલ 18 ભારતીયોએ સ્થાન મેળવ્યું છે. જેમાં પ્રથમ ક્રમે અંબાણી છે અને તેમના પછી 20.5 બિલિયન ડોલરની સંપત્તી સાથે અઝીમ પ્રેમજી બીજા નંબરે છે અને વિશ્વની યાદીમાં તેમનો 48મો ક્રમ છે. શીવ નાદર 14.5 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ભારતના ત્રીજા નંબરના સૌથી શ્રીમંત વ્યક્તિ છે. વિશ્વમાં તેમનો ક્રમ 92મો છે. 13.8 બિલિયન ડોલરની સંપત્તી સાથે ઉદય કોટક ભારતના ચોથા ક્રમના અને વિશ્વમાં 96મા ક્રમના શ્રીમંત વ્યક્તિ છે.

             બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સમાં અમેઝોનના સ્થાપક અને સીઈઓ જેફ બેજોઝે 125 બિલિયન ડોલરની સંપત્તિ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે બિલ ગેટ્સ પાસેથી બીજા નંબરનું સ્થાન આંચકી લઈને હવે બર્નાર્ડ આર્નોલ્ટ બીજા નંબરના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે, બિલ ગેટ્સ ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. ચોથા સ્થાને 83.9 બિલિયન ડોલરની સંપત્તિ સાથે બર્કશાયર હેથવેના સીઈઓ વોરેન બફે અને પાંચમા ક્રમે 79.5 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ફેસબૂકના સંસ્થાપક અને સીઈઓ માર્ક ઝકરબર્ગ છે.

ભારતના સૌથી શ્રીમંત 18 વ્યક્તિ

ક્રમનામસંપત્તિ (બિલિયન ડોલર)વિશ્વમાં ક્રમ
1મુકેશ અંબાણી51.813
2અઝીમ પ્રેમજી20.548
3શિવ નાદર14.592
4ઉદય કોટક13.896
5લક્ષ્‍મી મિત્તલ12.6112
6ગૌતમ અદાણી9.96151
7રાધાકૃષ્ણ દામાણી8.2193
8દીલિપ સંઘવી7.76203
9સાયરસ પૂનાવાલા7.69206
10સાાવિત્રી જિંદાલ7.22225
11વેણુ ગોપાલ બાંગર7.16230
12કુમાર બિરલા7.16231
13નસલી વાડિયા6.32275
14સુનીલ મિત્તલ5.51331
15રાહુલ બજાજ5.19365
16અનિલ અગ્રવાલ5.09380
17કે.પી. સિંઘ4.65435
18મિકી જગતિયાની4.47458
વિશ્વના ટોચના 10 શ્રીમંત વ્યક્તિ 

1. જેફ બેજોઝ (125 બિલિયન ડોલર)
2. બર્નાર્ડ આર્નોલ્ટ (108 બિલિયન ડોલર)
3. બિલ ગેટ્સ (107 બિલિયન ડોલર)
4. વોરન બફે (83.9 બિલિયન ડોલર)
5. માર્ક ઝકરબર્ગ (79.5 બિલિયન ડોલર)
6. એમાન્સિઓ ઓર્ટેગા (67.2 બિલિયન ડોલર)
7. લેરી એલિસન (61.8 બિલિયન ડોલર)
8. લેરી પેજ (56.6 બિલિયન ડોલર)
9. અમેરિકા મોવિલ અને કાર્સો કાર્લોસ સ્લીમ (56.4 બિલિયન ડોલર)
10. ફ્રાન્કોઈઝ બેટેનકોર્ટ મેયર્સ (56.3 બિલિયન ડોલર)

Post a comment

0 Comments